ઉદ્યોગ ભારતી, ગોંડલની સ્થાપના સને.૧૯૫૭-૫૮ ની સાલમાં પાંજરાપોળના મકાનમાં ભાડાની જગ્યા રાખીને થઈ હતી. સને.૧૯૫૩માં સંસ્થા પોતાના મકાનમાં કાર્યાન્વિત થઈ તે વખતે ખાદી ગ્રામોદ્યોગ પંચના તત્કાલીન પ્રમુખશ્રી ઢેબરભાઈના હસ્તે પ્રારંભ થયો. આજે દેશની ગણનાપાત્ર સંસ્થા ગણાઈ રહી છે.
સંસ્થાના સ્થાપક શ્રી હરગોવિંદભાઈની કાર્યદક્ષતા, દીર્ઘદ્રષ્ટિ, સફ્ળ નેતૃત્વ અને ચીવટપૂર્વક કામ કરવાની રીતેને લઈને વિશાળ વટવૃક્ષ બની ગઈ છે. રૂા.ચાર કરોડના મૂડી રોકાણમાં ર૦૦૦ પરિવારોને વાર્ષિક અંદાજીત દોઢ કરોડ રૂપિયાની રોજગારી ચુકવાઈ રહી છે. સંસ્થાના ખાદી-ગ્રામોદ્યોગ કામો અવિરતપણે ચાલી રહ્યાં છે. ખાદીના નોર્મ્સ મુજબ ખાદીકામ ચાલે તેની તકેદારી રાખીને કામ કરી રહી છે.
સંસ્થા તેના કારીગર-કાર્યકર્તાઓને તેમની ઉત્કૃષ્ટતા અને નિષ્ઠાપૂર્વકની કામગીરી બદલ સમય-સમય પર કાંઈકને કંઈક રોકડ પુરસ્કાર દેતી આવી છે. આજ સુધી આવા રૂપિયા પાંચ લાખ ઓગણાએંસી હજારના પુરસ્કારો દેવાયા છે.
ઉત્તમ સાધનોને લઈને કામ વધારે થાય તેમ ગુણવત્તાવાળુ થાય તેની સતત તકેદારી રખાય છે. સાધાનોની વિશિષ્ટતા પણ એવી રાખવામાં આવી છે કે કારીગર ધારે તો પણ કામ બગાડી ન શકે. દરેક કોમના તેમજ બીન-પરંપરાગત વણકર બહેનો વણાટ કામ કરે છે. સારૂ એવુ કમાય છે. એમને દરેક પ્રકારની સુવિધા અપાય છે.
સંસ્થાએ એક ગ્રામસંકુલ ઉભુ કર્યુ છે. આજુબાજુના ગામડાઓની બહેનોની વપૂર્ણ રોજગારી વપૂરી પાડે છે. ગામડાઓની બહેનો માટે રોજગારી પૂરી પાડતા આ સંકુલમાં વીશાળ જગ્યામાં, ચારે બાજુએ વૃક્ષોની વનરાજી વચ્ચે ઉભુ છે. ગ્રામ વિસ્તારના કામ કરતા બહેનોને શાંત, સારૂ વાતાવરણ મળે તો કામનો ઉત્સાહ વધે અને કુદરતના ખોળે રહીને, બગીચાની વચ્ચે, દાખલ થતાં ગાંધીવન (જે જોકે ફેરટ્રેકને લઈને નીકળી ગયુ), અંદર ફુવારો વગેરેથી એક મોડલ ઉભુ કર્યુ છે.
સંસ્થા પોતાનો વ્યાપ ધરતી વધારી રહી છે. ખાદીકામ વ્યાપક બને તો આ દેશની બેકારી મહદઅંશે હલ થઈ શકે છે. આ સંસ્થાએ બે ખાદી કેન્દ્રોને દત્તક લીધાં છે કે જેમને ત્યાં બનતો બધો માલ ઉદ્યોગ ભારતી ખરીદ કરી લે છે અને આ પણ વ્યાપક બનાવી રહ્યા છે. આ ઉપરાંત ત્રણેક સંસ્થાઓનું બધુજ સુતર લઇ રહ્યાં છીએ, એટલે કે કુલ પાંચેક સંસ્થાઓને દત્તક લીધેલી ગણાય.
તત્કાલીન કેન્દ્રીય રેલ્વેમાં ખાદી ગ્રામોદ્યોગ માન્ય સંસ્થાઓની ચાદરો (બેદ્રોલ) વાપરવાનો આગ્રહ રાખ્યો છે ત્યારે આવી નમુનાની ચાદરો દેશની ખાદી સંસ્થાઓમાંથી બનાવેને મોકલી આપતાં ઉદ્યોગ ભારતી, ગોંડલે મોકલેલે નમુનો પાસ થયો અને તેના ઓર્ડર દેશની સમગ્ર સંસ્થાઓને મળતા થયા.
ગ્રામ વિસ્તારના બહેનોને આવવા-જવામાં સમય અને ખર્ચ બચે તે માટે સંસ્થા તરફ્થી એક મીનીબસ રાખવામાં આવી છે.
સંસ્થા પોતાના ઉત્પાદનમાં સતત ગુણવત્તા જળવાઈ રહે તેને માટે ચિંતિત રહે છે. નિતનવા પ્રયોગો અને નવા સાધનો સંશોધિત કરતી રહે છે. અને આ દરેકની જાળવણી માટે સંસ્થાએ હાલમાં ખાદી કમીશનના અને ટેકનોલોજી વિભાગ તરફથીએક અદ્યતન 'ઇન-હાઉસ લેબોરેટરીનો પ્રોજેક્ટ લીધો અને પોતાના સંકુલમાં ઇન-હાઉસ લેબોરેટરી ઉભી કરી છે. જેમાં જેમાં સુતરની અને કાપડની ક્વોલિટી, કાઉન્ટ, મજબુતાઈ, કલર વિગેરેનું સતત પરિક્ષણ થતું રહે છે. આ દરેક વસ્તુને લઈને ખાદી કમીશન ISO 9001-2000 સર્ટીફીકેટ લેવા માટેનું કહેતા સંસ્થાને TUV કંપનીનું ISO 9001-2000 પ્રમાણપત્ર પ્રાપ્ત થયેલ છે. જે તેની ગુણવત્તા અને શિસ્તબદ્ધતાનું ખરૂ પ્રમાણપત્ર છે.
લોકોમાં આજે સુતરાઉ કપડા, ઈકો ફ્રેન્ડલી ડ્રેસનો એક ક્રેઝ છે અન સમજદારીપૂર્વક કામ કરવામાં આવે તો ખુબ મોટુ માર્કેટ મળી રહે. હજારો લોકોને ખાદીકામ મારફ્ત રોજગારી મળવાના વિશાળ સંજોગો ઉભા થયા છે ત્યારે આ ચેલેન્જ ખાદી કામ કરનારાઓએ ઉપાડી લઈ ગાંધીકામનું મુલ્ય વધારવાનું શ્રેય મેળવાય એવી આશા છે.
