Activities   »  Social Activities

"" કામ કરનારાઓને સક્ષમ રોજગારી મળે એ માટે નિત નવા-નવા પ્રયોગો કરી એવાં સાધનો આપે છે જેને લઈને કામ કરનારા સારૂ કમાઈ શકે છે. કારીગરોની રોજની કમાણી ઉપરાંત અન્‍ય અનેક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. આરોગ્‍યના જતન માટે એવાં સાધનો અપાય છે. અવાર-નવાર નિદાન કેન્‍દ્રો, સારવાર કેન્‍દ્રો યોજાય છે. વાર-તહેવારે કારીગરોને ઉત્તરાયણે શેરડી કે ચીકી, હોળી જેવા તહેવારોમાં ખજુર વગેરે વગેરે કારીગર-કાર્યકર્તાઓને વિતરણ કરવામાં આવે છે. દરેક કારીગરો અને કાર્યકર્તાઓની કમાણીના દશ ટકા રકમ જમા લઈ એટલી રકમ સંસ્‍થા તરફ્‍થી ઉમેરી તેમના વ્‍યક્‍તિગત ખાતામાં વ્‍યાજ સાથે બચત જમા થાય છે. આ રકમમાંથી કારીગરોને જરૂરીયાત વખતે પૈસા આપવામાં આવે છે. કારીગરો કે કાર્યકર્તાઓને વિશેષ અને મોટી રકમની જરૂરીયાત ઉભી થાય ત્‍યારે સંસ્‍થાએજ ઉભી કરેલ ઉદ્યોગ ભારતી ક્રેડીટ કો-ઓપ. સોસાયટી પાસેથી પૈસા મળી શકે છે. બે-ત્રણ વર્ષે કારીગરો અને કાર્યકર્તાઓને ધાર્મિક, શૈક્ષણિક સ્‍થળોએ પ્રવાસ કરાવાય છે. વર્ષે દહાડે કરકસરપૂર્વક થતાં વહીવટથી થતી બચત ૨૫ થી ૩૩ ટકા જેટલી બોનસરૂપે વિતરણ કરાય છે.