Activities   »  Employment

આ સંસ્થા દ્વારા ગોંડલમાં તથા જામવાળી ગામ નજીકના ગ્રામ સંકુલમાં કાંતણ  કેન્દ્ર તથા ખાદી વણાટ કેન્દ્રો ચાલે છે. ગોંડલ ઉદ્યોગ ભરતીનો પ્રારંભ સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી ઉછરંગરાય ઢેબરે તા.૧૩-૧૧-૧૯૬૩માં ઉદઘાટન કરીને કરેલો હતો. તેઓનું વર્ષ ૨૦૦૫-૦૬ જન્મશતાબ્દી વર્ષ હતું. ગોંડલ ઉદ્યોગ ભરતીના તેઓના ખાસ "એટેચમેન્ટ તથા તેમના ખાદી પરત્વેના ઋણને લક્ષમાં રાખી સ્વ.ઢેબરભાઈની સ્મૃતિમાં એકસો મહિલાઓને ખાદી દ્વારા રોજગારી મળે તેવું આયોજન કરાયું છે. હાલના બાબુભાઈ જશભાઈ પટેલ ગ્રામસંકુલ ઉપર ૧૧૦ પરિવારોને રોજગારી મળી રહી છે.

જ્યારે નવા ઉભા થયેલ ચાર હજાર સ્ક્વેર ફીટના શ્રી ઢેબરભાઈ ખાદી રોજગાર કેન્દ્રમાં દશ ત્રાકના એકસોહ અંબર ચરખા દ્વારા ૧૦૦કાંતનારાઓને તેમજ એના અનુસાંગિક વણાટ, રંગાઈ, ધોલાઈ સાથેના બીજા ૨૫ વ્યક્તિઓ થતાં કુલ ૧૨૫ વિશેષ પરિવારોને કામ મળતુ થયુ છે. આ કેન્દ્ર દ્વારા ઉત્પાદિત થયેલ માલનું વેચાણ તથા કેન્દ્રનો કાયમી નિભાવ ઉદ્યોગ ભરતી સંસ્થાએ ઉપાડેલ છે. આ સંસ્થાને રૂ.૬,૬૮,૫૦૦ની કિંમતના કાંતણ માટેના અંબર ચરખાઓ રાજકોટની કડવીબાઇ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ, પ્રાધ્યાપકો અને ટ્રસ્ટીઓના સહયોગથી એકસો મહિલાઓ માટે એકસો અંબર ચરખા દાનમાં પ્રાપ્ત થયા છે. આ રોજગાર કેન્દ્રને 'શ્રી ઢેબરભાઈ ખાદી રોજગાર કેન્દ્ર' અને આપવામાં આવ્યું અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ આદ.શ્રી નવલ કિશોર શર્માના વરદહસ્તે ગત ૩જી ફેબ્રુઆરી ૨૦૦૬ નાં રોજ ખુલ્લુ મુકાયું છે.

તાજેતરમાં નામ.ભારત સરકારે દેશના ગ્રામીણ પરિવારના વયસ્ક સભ્યોને વર્ષમાં ૧૦૦ દિવસ ગેરેન્ટી રોજગાર વેતન દેવાની જાહેરાત કરી ત્યારે આ સંસ્થાએ માન.વડાપ્રધાનશ્રીને પત્ર લખીને જાણ કરી કે સંસ્થા દ્વારા સંશોધિત લેટેસ્ટ દશ ત્રાકના ચરખા મારફત વર્ષના પુરેપુરી ૩૬૫ દિવસની રોજગારી આપવાની ક્ષમતા છે. આ ચરખા દ્વારા સક્ષમ કામ કરનાર રોજના રૂ.૮૦/- થી ૮૫/- કામાઇ શકે છે. જેથી આવા ચરખાનો વ્યાપ કરી વધુને વધુ રોજગાર પ્રદાન થઇ શકે તેમ છે. હાલમાં ગાંધી-વિનોબાના વિચાર-પ્રચારના અભિયાનમાં આ યોજના વ્યાપક બનાવવાનાં પ્રયત્નો છે.

આ સંસ્થાએ તેના છેલ્લા વાર્ષિક અહેવાલમાં એવું આહવાહન પણ કરેલ છે કે ગુજરાતની ખાદી કામ કરનારી સંસ્થાઓ સુતી ખાદી અને પોલીવસ્ત્રનુ ઉત્પાદન કરીને પોતાના ક્ષેત્રમાં રોજગારી વ્યાપક કરવા માંગતી હોય અને પોતાને ત્યાં વેચાણ વ્યવસ્થાનો અભાવ હોય તેમનું સુતર અને ખાદી કે પોલીવસ્ત્ર સ્ટાન્ડર્ડ મુજબ હાથે કાંતેલ અને હાથે વણેલ આ સંસ્થાની માંગ અનુસાર હોવું જરૂરી છે. આની પાછળનો ઉદ્દેશ ગુજરાતમાં ખાદી કામ ધમધમતુ રહે, કામ કરવાવાળાને સક્ષમ અને વ્યાપક રોજગારી મળી રહે તેમ છે.