Marketing

સંસ્‍થાના માલનું માર્કેટ ગોતવાની જરૂર રહેતી નથી. માલની ગુણવત્તાને લઈને લોકો સામેથી ખરીદ કરવા આવી રહ્યાં છે. વિવિધ જાતો અને ડીજાઈનોના કપડાં તૈયાર થાય છે. સંસ્‍થા પાસે ર૦ જેટલા દરજીઓ કામ કરી રહ્યાં છે. એક ક્‍વોલીફઈડ ડીઝાઈનરની સેવા મળી છે. તેમજ સંસ્‍થાના કાર્યકર્તાઓ દ્વારા યુવાન ભાઈ-બહેનોને ખાદી પ્રત્‍યે કેવી રીતે આકર્ષવા, સમયને અનુરૂપ ખાદી-પોલીવસ્ર ઉપર ડાઈંગ-પ્રિન્‍ટીંગ, ડીઝાઈન વગેરે કરવા, તેનું રેડીમેઈડ બનાવવું, આવતી પેઢીમાં ખાદી વધુમાં વધુ લોકપ્રિય થાય તેવા પ્રયત્‍નો અને સતત ચિંતન થઈ રહ્યું છે. દેશના પ્રખ્‍યાત ર્ટોર્સ્‍માં પોતાનાં ડીઝાઈનવાળા કપડાં વગર રીબેટે લઈ જઈ પોતાના ભાવે તેનાં વેચાણ કરે છે. ઉદ્યોગ ભારતીમાં બનતાં કોઈપણ માલ પછી તે ખાદી હોય કે પોલીવસ્ર, ઉની માલ હોય કે પોલીવુલ, અંબર રેંટિયા હોય કે વસ્રમંગલ લુમ્‍સ, ર્ફ્‍નિચર હોય કે લોખંડની તીજોરી (સેઈફ્‍), બેન્‍ક લોકરો હોય કે સ્‍ટ્રોંગરૂમ ડોર હોય, બુટ હોય કે ચંપલો હોય, મરચાં-મસાલા હોય કે સ્‍વદેશી ચીજ-વસ્‍તુઓ પરંતુ તેના ઉત્‍પાદનની ગુણવત્તા અને ભાવ ના નિયમનની ચોકસાઈનું જતન થતુ હોઈ લોકો માટે ખરીદવાનુ એક આકર્ષક અને વિશ્વાસપાત્ર કેન્‍દ્ર બની રહ્યું છે.

પોતાના ઉત્‍પાદનના માલ માટે સંસ્‍થાના ત્રણ રીપેઈલ ભવન-ભંડારો ગોંડલ, રાજકોટ, ધોરાજી અને તાજેતરમાં નામદાર રાજ્યપાલશ્રીના વરદહસ્તે ખુલ્લુ મુકાયેલ જામવાળી ખાતેના ગ્રામસંકુલના 'ખાદી પ્લાઝા' ખાતેથી તેમનો માલ વેચાય છે. રાજકોટનું પોલીવસ્ર ભવન અને ગોંડલનુ ભવન ગ્રાહકોની સુવિધા માટે વાતાનુકુલ બનાવ્‍ય છે. નેશનલ હાઈવે ઉપરથી પાસ થતાં ઉદ્યોગ ભારતી, ગોંડલની ખાદી ખરીદ કરવા માંગતા ગ્રાહકોની સુવિધા માટે ખાદી પ્‍લાઝામાંથી બારોબાર જતાં-આવતાંને માલ મળી રહે એ સુવિધા ઉભી કરાઈ છે.

તત્કાલીન કેન્દ્રીય રેલ્વેમાં ખાદી ગ્રામોદ્યોગ માન્ય સંસ્થાઓની ચાદરો (બેદ્રોલ) વાપરવાનો આગ્રહ રાખ્યો છે ત્યારે આવી નમુનાની ચાદરો દેશની ખાદી સંસ્થાઓમાંથી બનાવેને મોકલી આપતાં ઉદ્યોગ ભારતી, ગોંડલે મોકલેલે નમુનો પાસ થયો અને તેના ઓર્ડર દેશની સમગ્ર સંસ્થાઓને મળતા થયા.